લોહી લુહાણ થયેલ સૈનિકે મંત્રી શર્કાન ના હાથ માંજ છેલ્લા શ્વાસ લીધા. જાદુગર પીરાન નું નામ સાંભળતા જ ચારે તરફ અફરાતફરી થઈ ગઈ. બધાજ નગર જનો પોત પોતાનો જીવ બચાવા માટે દોડવા લાગ્યા. ચાર પાંચ સૈનિકો એ આવીને મહારાજ ને ચારે બાજુ થી ઘેરી ને સુરક્ષા ચક્ર બનાવી દીધું. મુકુલ જ્યાં ઊભો હતો ત્યાજ ઊભો છે. ઘણા લોકો તેને અથડાઈ ને આગળ વધી જાય છે. જોત જોતામાં જાદુગર પિરાન સૈનિકો સાથે સભાખંડ માં પ્રવેશ્યો, તેના સૈનિકો નગર જનો ને ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારવા લાગ્યા. થોડી જ ક્ષણોમાં મુકુલની ચારે તરફ મોતનો તાંડવ થવા લાગ્યો. સમુદ્રનું તળિયું મત્સ્ય લોકના