"જી શું કામ છે?" ચશ્મા પહેરીને એક વૃધ્ધ વ્યક્તિ મધુકર ને પ્રશ્ન કરે છે."આપ આઈ.એ.એસ માટે તૈયારી કરાવો છો." મધુકર પુછે છે."દીકરા તમારી ઉમંર નીકળી ગઈ છે." વૃધ્ધ વ્યક્તિ કહે છે."અરે ના ના મારી માટે નહીં. પણ મારી દીકરી મહેચ્છા માટે." મધુકર મહેચ્છા ને આગળ ધરે છે."ઓહ..આ યુવતી માટે.." એ વૃદ્ધ વ્યક્તિ પુછે છે." આ તો ખુબ નાની છે. કોલેજ પુરી થઈ?" એ વ્યક્તિ આગળ પુછે છે."ના. એ તો હજી કોલેજ ના પ્રથમ વર્ષમાં છે." મધુકર કહે છે." તમને ખબર નથી કે યુ.પી.એસ.સી ની પરિક્ષામાં ડિગ્રી હોવી જરૂરી છે." એ વૃદ્ધ વ્યક્તિ કહે છે."હું હમણાં થી જ તેને તૈયારી કરાવવા