સરકારી પ્રેમ - ભાગ 11

"જો મહેચ્છા હું તને નાસીપાસ કરવા માટે નથી માગતો પણ તને ખબર હોવી જોઈએ કે આઈ.એ. એસ બનવા માટે કેવી પ્રકારની તૈયારીઓ કરવી પડે છે. દિલ્હી ની કોલેજ ખુબ પ્રખ્યાત છે. પણ‌ તારે પોતાની જાતને સર્વોચ્ચ મહેનત માટે તૈયાર કરી રાખવી પડશે. તારી જેવા આ દેશમાં કેટલાય લોકો છે. એ બધા પણ તારી જેમ જ પરિક્ષા પાસ કરવાના સપનાઓ સાકાર કરવા દિલ્હી આવે છે. " મધુકર મોહન સમજાવે છે."હા પપ્પા હું સમજી શકું છું. હું મારી કોલેજના ત્રણ વર્ષ દરમ્યાન પોતાના અભ્યાસક્રમ સિવાય જ વાંચન કરતી રહીશ. મારા મગજમાં કોઈ દિવસ અભિમાન નહીં આવવા દઉં." મહેચ્છા સમજાવે છે.મહેચ્છા આજે પ્રથમ વખત