35. માનીએ એથી ભયંકર દુશ્મનોમેં કહ્યું હું ભારતીય છું એ જવા દઈએ, હું હિન્દુ છું, તું ક્રિશ્ચિયન. ધર્મ તું ગમે તે પાળી શકે છે પણ અમુક કલ્ચર જુદું પડશે. તારે મારી કે મારે તારી રહેણીકરણી સમજવી, એક બીજાની અપનાવવી પડશે. એણે ખાલી હકારમાં માથું હલાવ્યું. એ તૈયાર હતી સંસારી અને ભારતીય બનવા એમ મેં માન્યું. એ અને હું સમજતાં હતાં કે અમુક વસ્તુઓ મલેશિયા અને ભારતમાં સરખી જ હોય છે. ત્યાં પણ હિન્દુ ધર્મ લોકો પાળે છે. થોડું એડજસ્ટમેન્ટ તો કરવું પડે. એ કહે એને યાદ હતું તેમ એનાં મા બાપ હિન્દુ હતાં, એ બહુ નાની હતી ત્યારે મરી ગયેલાં અને પાદરીએ