રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 15

" એક નવી સવાર, નવી તાજગી છે.નવ ઉત્સાહની ભરતી હૈયે આંબી છે કે આજ ભૂતકાળનો દરિયો ઘૂઘવાટા કરે છે.બહાર આવવા કેટલાય રહસ્યો મનમાં ઉભરે છે."- મૃગતૃષ્ણા _____________________૧૫. સર્પ-હૃદયનું આહ્વાનથોડા સમય પછી, સૅમ અને દાદુ સાથે ડાઇનિંગ ટેબલ પર બેસી ઘઉંનો શિરો, બેસનના મસાલેદાર પૂડલા સાથે ચાની ચૂસકી માણી રહ્યા હતા."તારાં પપ્પાને ઘઉંનો શિરો અને મમ્મીને બેસનના પૂડલા ખૂબ ભાવતાં." વ્યોમ રોયૅ શરૂઆત કરતાં, ભૂતકાળમાં ડોકિયું કરતાં ઉમેર્યું,"વ્યસ્તતા વચ્ચે આખો દિવસ કૌઈ મળે ના મળે પણ સવારનો નાસ્તો અથવા રાત્રે ભોજન તો બધાંયે સાથે જ કરવાનું એવો આદિત્ય અને સંધ્યાનો આગ્રહ રહેતો. અને લગભગ દર રવિવારે તો બધાનું ભોજન સંધ્યા જ બનાવતી, સ્ટાફનું