રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 14

"આજ નવીન હું છું ને નવી મારી કહાણી છે.કંઈક બદલાયું મુજમાં ને ઘણાં બદલાવ હજું બાકી છે,આ તો બસ, શરૂઆત છે પરતોને અનાવૃત કરવાની,ઘણું ઉલેચવાનુ આ સમયની રેતમાંથી બાકી છે."- મૃગતૃષ્ણા _____________________૧૪. નવો અધ્યાયવેધશાળામાંથી નીકળતાં વ્યોમ રૉય અને સૅમે મોન્સિયર  ડુપોન્ટનો ઝૂકીને આભાર માન્યો તથા ભવિષ્યમાં પણ એમની જરૂર પડે તો મદદ કરવા વિનંતી કરી. ડુપોન્ટૈ પણ સૅમનો હાથ પકડી, માથું હલાવી સહમતી દર્શાવી."હવેથી આપણે સૌ એક મહાન મિશનની એક ટીમ છીએ ડુપોન્ટ."પ્રોફેસર લેક્રોયે ડુપોન્ટ અને સૅમની પીઠ પર હાથ મૂકી કહ્યું."ચાલો. મળતાં રહીશું. નવાં શિખરો સર કરતાં રહીશું. આજે છૂટાં પડશું તો કાલે મળીશું." વ્યોમ રૉયે ટિખળ કરી ને બધાં હસતાં