"મંજિલ નજદીક આવે તો ચાલવું કઠણ બની જાય છે.ઉત્સાહ અને હતાશાનો અદ્ભુત સમન્વય સર્જાય છે.હા અને ના, જીત અને હાર, સફળતા અને અસફળતામા મન ભરમાય છે.સમર્પણ જ ત્યારે સહારો બની રાહબર બની જાય છે."- મૃગતૃષ્ણા ____________________૧૩. સર્પેન્ટ્સ હાર્ટની શક્તિગુંબજના પ્રવેશદ્વાર પર થયેલા જોરદાર ધમાકાથી વેધશાળાની શાંતિ ક્ષણભરમાં તૂટી ગઈ. ધૂળ અને લાકડાના ટુકડા હવામાં ઉડ્યા. સૅમ, વ્યોમ રૉય, પ્રોફેસર લેક્રોઈ અને મોન્સિયર ડુપોન્ટ સ્તબ્ધ થઈ ગયા. એમનો સૌથી મોટો ભય સાચો ઠર્યો હતો. 'ગાર્ડિયન્સ ઓફ શેડોઝ' એમને શોધી કાઢ્યા હતા, અને આ વખતે તેઓ કોઈ પણ ભોગે 'સર્પેન્ટ્સ હાર્ટ' મેળવવા આવ્યા હતા."તેઓ અંદર આવી રહ્યા છે!" મોન્સિયર ડુપોન્ટે ગભરાટમાં પાછળ હટતાં