વિહાનાએ ઘડિયાળ તરફ જોયું. બરાબર સવારે ૯:૫૯ મિનિટ થઈ હતી. તેની કાંડા ઘડિયાળની જેમ, તેનું આખું જીવન સચોટ અને પૂર્વઆયોજિત હતું. ૨૨ વર્ષની યુવાને IAS ઓફિસર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી હતી, અને તેનું લક્ષ્ય આગામી ત્રણ વર્ષમાં ડેપ્યુટી કમિશનરની ખુરશી પર બેસવાનું હતું. તેના જીવનના પૃષ્ઠો પર કોઈ પણ અકસ્માત (Accident) માટે જગ્યા નહોતી.આજે તે મંત્રી સમક્ષ એક મહત્ત્વપૂર્ણ વીજળી પ્રોજેક્ટ રજૂ કરી રહી હતી. "સર, જો આપણે આ પ્રોજેક્ટને આ રીતે લાગુ કરીએ, તો આગામી પાંચ વર્ષમાં રાજ્યના ૮૦% ગામડાઓને ૨૪ કલાક વીજળી પૂરી પાડી શકાશે..." તેના શબ્દોમાં આંકડાઓનો દમ અને આયોજનની નિશ્ચિતતા હતી. મીટિંગ સફળ રહી. મંત્રીએ