લગ્ન કરનારાઓ માટે કોઈ કોલેજ નથી હોતી, જેમાંથી ભણીને પાસ થાય તેને ‘આદર્શ પતિ’ કે ‘આદર્શ પત્ની’નું સર્ટિફિકેટ મળે. છતાં આદર્શ લગ્નજીવન કેટલાંક લક્ષણો પરથી ઓળખી શકાય છે. નીચે એવા કેટલાક લક્ષણો છે, જેને જીવનમાં ચાવીઓ તરીકે વાપરીએ તો લગ્નજીવનમાં સુખ અને શાંતિ કાયમ રહી શકે છે.એકબીજાના મિત્ર તરીકે રહેઆદર્શ પતિ-પત્ની લગ્ન પછી પણ એકબીજાના મિત્ર તરીકે રહે છે. જેમ આપણે મિત્રની કાળજી ન રાખીએ, તેને ગમે તેમ બોલીએ, એકબીજાને દુઃખ આપીએ તો મિત્રતા લાંબી ન ટકે, તેમ લગ્નજીવનમાં પણ જો પતિ-પત્નીમાં મિત્રતા ન હોય તો સંબંધ ટકતો નથી. ઘણીવાર, લગ્ન પહેલાં મિત્રતા હોય તો પણ, લગ્ન પછી મિત્રતાનું સ્થાન