તર્ક, તંત્ર અને સત્યની સીમાઓ

  • 150

કિશન માત્ર પચીસ વર્ષનો હતો, પણ તેનું મગજ ત્રીસ વર્ષના અનુભવી તર્કવાદીની જેમ ચાલતું. મુંબઈની એક અગ્રણી ડિજિટલ મેગેઝિન, ‘સત્યશોધક’ માટે તે ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર હતો. કિશન માટે, ધર્મ એ ભાવનાત્મક વૈભવ હતો, અને અંધશ્રદ્ધા એ ગરીબીનો ધંધો. તે માનતો કે દુનિયા માત્ર એ જ શક્તિઓથી ચાલે છે, જેને વિજ્ઞાનના માપદંડો પર માપી શકાય.છેલ્લા છ મહિનાથી તેના જીવનમાં એક ઊંડો વળાંક આવ્યો હતો. કિશનની નાની બહેન, મૃણાલી (૨૨ વર્ષ), એક વિચિત્ર અને અસ્પષ્ટ બીમારીથી પીડાઈ રહી હતી. તેના શરીરમાં સતત દુખાવો રહેતો, અને તેના વિચારોમાં એક અજીબ શૂન્યતા આવી ગઈ હતી. શહેરના શ્રેષ્ઠ ડોક્ટરોએ તેની તપાસ કરી હતી, પણ રિપોર્ટ્સ હંમેશા