યૌવનની હદ પાર કરેલ રમા દૂર બારીમાંથી બાળકોનો કલબલાટ સાંભળી રહી હતી. એટલામાં બા એ સાદ દીધો ત્યારે રમા તો પોતાના આઠ વર્ષ અગાઉ થયેલા સગાઈના કંકુ ચાંદલાની ક્ષણોને યાદ કરી રહી હતી. આજે આઠ વર્ષ પુરા થઈ ગયા પણ બાપુ તો લગ્ન માટે પૈસા ભેગા કરવાની ચિંતામાં જ ડૂબેલા રહે છે. કોણ જાણે હવે લગ્ન થશે કે પણ નહીં. બા પણ દુઃખી સ્વરે બાપુને કહે છે કે " સાંભળોને આપણે જમાઈને અહીંયા ઘરમાં પૂજા રાખેલ છે તે બહાને બોલાવીએ" જમાઈસા રમાને પણ જોઈ લેશે અને તેના સ્વભાવથી પણ પરિચિત થશે. બાપુ કહે છે "સારુ હું આજે જ આમંત્રણ આપીને