અગ્નિ પરીક્ષા

  • 48

અમારી નેહા અમારા માટે અમારો દીકરો છે. એ કાંઇ પણ વાત માં છોકરાઓ થી પાછળ નથી.‘ પપ્પા જ્યારે જ્યારે એના વિશે આવી વાતો કરતા, નેહા સાંભળી ને મલકાઈ જતી પણ આજે એ જ શબ્દ એની માનસિક પીડા માં વધારો કરી રહ્યા હતા. ‘તમને પહેલા જ ચેતવ્યા હતા કે છોકરી ને માથા પર ના બેસાડો. છોકરીની જાત છે ક્યારે શું થઇ જાય? પણ મારી સાંભળો છો ક્યારે? પોતાનું જ ધાર્યુ કરો છો. હવે એની સાથે જે થયું એને લઇને શું મોઢું બતાવશો સમાજ માં?’ ’શીલા આમ ગુસ્સે ના થા. જરાક શાન્તિથી વિચાર. નેહા જોડે જે થયું એમા એનું શું વાંક છે?