ફિલ્મ રીવ્યુ - લાલો

  • 72

ગઈકાલે બીજાઓથી મોડું પણ ઓચિંતું લાલો ફિલ્મ જોઈ. સાચે જ સરસ સ્ટોરી.  પરેશ રાવળ ની OMG જોઈ હોય તો એમાં એક રીતે, અહીં બીજી રીતે, કૃષ્ણ સહાય કરે છે. યુદ્ધ તો આપણે જ લડવાનું. એ રસ્તો ચોક્કસ બતાવશે. જ્યાં આપણે અટકીએ ત્યાં. દૂબળો પાતળો,  ઝંટીયા વધી ગયેલો રિક્ષાવાળો આબેહૂબ ઉપસાવ્યો છે. શરૂઆતમાં એને સહુ સાથે મિત્રતા કરતો, પોતાના પેસેન્જરને હોંશથી ફેરવતો, પોતાને ખર્ચે જમાડી સોરઠી મહેમાનગતિ કરતો બતાવ્યો છે. એમાં જૂનાગઢ નાં સ્થળોના દર્શન સારી રીતે બતાવ્યાં છે.આમ એ મિત્રવત્સલ, કુટુંબવત્સલ  છે , સીધી લાઇનનો છે પણ એને દીકરીના ઓપરેશન વખતે પૈસાની જરૂર પડતાં મજબૂરીથી ખોટી સોબત, વ્યાજે પૈસા, દારૂ અને કોઈને