હાર્દિક: કેમ છો મિત્રો ! સ્વાગત છે ફરી એકવાર પોડકાસ્ટ ‘ગીતા : સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના’. હું છું હાર્દિક અને મારી સાથે છે આપણા ગુરુ, ગાઈડ અને જેમની વાતો 5G કરતા પણ ફાસ્ટ મગજમાં ઉતરી જાય છે - એવા શાસ્ત્રીજી!શાસ્ત્રીજી: નમસ્તે હાર્દિક, નમસ્તે મિત્રો.હાર્દિક: શાસ્ત્રીજી, આજે મારો મૂડ જરાક ઓફ છે.શાસ્ત્રીજી: કેમ ભાઈ? હજી તો શરૂઆત છે. શું થયું?હાર્દિક: અરે શું વાત કરું! મેં ગયા મહિને ઓફિસમાં એટલી મહેનત કરી, રાતે ૧૦-૧૦ વાગ્યા સુધી રોકાયો, બોસનું બધું કામ પતાવ્યું. મને એમ હતું કે આ વખતે તો ‘એમ્પ્લોય ઓફ ધ મન્થ’ પાક્કો! અને આજે સવારે ઈમેઈલ આવ્યો... એવોર્ડ કોને મળ્યો? પેલા