અંધારામાંથી પાર્કની દીવાલ પાસેથી એક વ્યક્તિ અચાનક અર્જુનની સામે આવ્યો. વ્યવસ્થિત પહેરેલું શૂટ, પોલિશ કરેલા બૂટ ગળામાં પહેરેલી ટાઇ અને ધારદાર નજરવાળી આંખો."વેલ ડન, અર્જુન."અર્જુન તરત જ ઊભો થઈ ગયો, તેને દુખાવો થતો હતો છતાં પણ તે લડવા માટે તૈયાર હતો."કોણ છો તું?" તેણે ઠંડા અવાજે પૂછ્યું.તે વ્યક્તિએ મરકાવ્યું, "તારા પિતાએ મોકલ્યો છે મને. વિક્રમ કપૂર તને મળવા માંગે છે."અર્જુન મુઠી વાળી ને ઉભો રહ્યો."હું તારી કાર પાસે રાહ જોવ છું." તેણે કહ્યું અને અંધકારમાં ગાયબ થઈ ગયો જાણે કોઈ ભૂત હોય.અર્જુન હજુ પણ તેમ જ ઊભો હતો, એકદમ તૂટી ગયેલો, એકલો.ધીરે થી તે પેલો વ્યક્તિ ગયો તે દિશામાં ચાલવા