ફેઈલર - પ્રકરણ 2

  • 152

રાજવીર - સવારમાં ઉઠે છે. અને પોતાની દિનચર્યા પુરી કરી અને સ્કૂલે જવા માટે નીકળે છે. પોતે ખુબ સંસ્કારી છોકરો છે. એટલે સ્કૂલે જતા પહેલા ઘરની અંદર રહેલા મંદિર પાસે જઈ અને સૌ દેવોની પ્રતિમાને વંદન કરે છે. ત્યારબાદ ઘરના સૌ વડીલ અને મમ્મી - પપ્પાનાં આશીર્વાદ લે છે. પોતે ખુબ જ શાંત છે. રાજવીર તેની મમ્મી ઋષિતા બહેનને ખુબ વ્હાલો છે. ઋષિતા રાજવીરની પુરી તકેદારી રાખે છે. રાજવીરની નાની મોટી તમામ જરૂરિયાતનું તેઓ ઘ્યાન રાખતા હતા. રાજવીરને આંખોમાં થોડી તકલીફ એટલે તેને આંખોમાં નંબર હોવાથી ચશ્મા પહેરવા પડતા. તેથી સૌ કોઈ તેની મશકરી કરતા હતા. આમ છતાં રાજવીર કોઈની પણ વાતમાં ઘ્યાન આપતો ન હતો.