ગુપ્ત: એક ભ્રમ - 3

     આગળના ભાગમાં જોયું કે શ્વેતા ફેશન ડિઝાઇન નાં કામ માટે સુરત અને મેઘા ડોકટરી પૂરી કરવા અમદાવાદ જતી રહે છે. નવાં મિત્રો, નવાં સબંધો, નવી જગ્યા અને નવી લાઇફ સ્ટાઇલ. શ્વેતા સુરતમાં પોતાની ફ્રેન્ડ રચના સાથે એક રૂમ ભાડે રાખીને રહે છે, અને મેઘા પોતાની હોસ્ટેલમાં જ. “અરે! મેશ્વા ક્યાં જાય છે? ચાલુ લેક્ચરે!” મેઘાએ તેનાં જ હોસ્ટેલની એક સહેલી મેશ્વાને કહ્યું.“સ્.... અરે! મેઘુડી ધીમે બોલ ધીમે. કોઈ સાંભળશે. હું જાવું છું. હમણાં પાછી આવી જઈશ.” મેશ્વાએ મેઘાને તેનાં હોઠ ઉપર આંગળી દબાવીને કહ્યું. “ઓકે, પણ જલ્દી આવજે. એમ પણ બહું લેટ થઈ ગયું છે, અને જાડિયા પ્રોફેસરની તને ખબર