રૂપ લલના - 2.4

(94)
  • 994
  • 414

ઓક્ટોબરની રાત બાર વાગ્યા ની આસપાસ જાણે એક નિરવતા પથરાયેલી હોય છે. હવામાં હળવો શિયાળો પહેલી વાર પોતાનું સ્પર્શ કરાવવા આવતો અનુભવાય છે. જાણે કોઈ અંતરંગ મિત્ર ચુપચાપ ખભા પર હાથ રાખે તેમ. ચાંદની આકાશમાં ધીમી, પણ તેજસ્વી લાગી રહી છે. તેની રોશની જમીન પર પથરાઈ રહી છે, વૃક્ષોના પાંદડાં પર ચાંદીની ની પરત ચમકી રહી છે.              હાઇવે ના એક ખૂણેથી આવતા પવનની સરસર માં જાણે કોઈ જૂની કવિતા ગુંજે છે, જેમ ક્યારેક સ્મૃતિમાં હૃદય નું કોઈ જૂનું દ્વાર ખખડે અને હૃદયમાં કોઈ અધૂરી લાગણી જાગે. શહેરની ધમાલ થોડી થંભી ગયેલી છે. લાઈટો કદાચ ઊંઘમાં