જલ પરીની પ્રેમ કહાની - 37

મહારાજ ની આજ્ઞા થી મંત્રી  શર્કાને આજનો મુદ્દો રાજસભા સમક્ષ રજૂ કરવાં માટે કહ્યું.        એક શિપાઈ જેવો દેખાતો વ્યક્તિ આગળ આવ્યો અને એણે જોરથી બૂમ પાડીને બોલવાનું શરૂ કર્યું.       આજની રાજસભા આ અચાનક આપણાં દેશમાં આવી ચડેલા આ પૃથ્વી નિવાસી માનવ ના કારણે બોલવામાં આવી છે. આપ સૌ નગર વાસી જાણો છો કે માનવ એ શરૂઆત થીજ આપણાં શત્રુ છે. માનવે આપણને આપણાં પોતાના રાજ્ય થી પલાયન કરવા પર વિવશ કરી દીધા હતા, આપણાં એકના એક રાજકુમાર અને અન્ય ઘણાં પ્રજા જનો ના મૃત્યુ નું કારણ પણ આ માનવો જ છે. આજે અહીં અચાનક આવી