MH 370 - 34

  • 180
  • 88

34. મેન એન્ડ વાઇફ.. હવે તેમની પાસે હથિયાર ખૂટ્યાં કે પીછેહઠ કરી, વધુ લડાઈ ન થઈ. અમારી ટુકડી ત્યાં જ રોકાઈને સ્થિતિનો ક્યાસ કાઢી રહી.અમે હવે  ટેકરીની ટોચ પર હતાં. થોડે જ નીચે ખીણ હતી જ્યાં કો પાયલોટનો મૃતદેહ મળેલો તેની નજીક દરિયાકાંઠે  હાથે બનાવેલ તરાપો જોયો. કોઈ કહે આ જ  તરાપામાં એ હોંગકોંગના લશ્કરી અધિકારી ગયેલ.એટલે જે તેમની વસાહત પાસે આવે એનો તેઓ ખાત્મો કરી દેતા હતા. આજે પણ ખીણમાં કોઈ લાશ દેખાઈ. અરે, આ તો એક થી વધુ હતી!હું સીધું લડવું છોડી મેં જોયેલ રસ્તે ખીણમાં ઉતર્યો. તરાપો એમ જ ઝોલાં ખાતો કાંઠા પર તરતો હતો. ઉપર એ સૈનિકના