ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2

હાર્દિક: કેમ છો મિત્રો! મજામાં? સ્વાગત છે ફરી એકવાર ‘ગીતા : સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના’ પોડકાસ્ટ પર.     ગયા એપિસોડમાં આપણે જોયું કે આપણા હીરો ‘અર્જુન’નું ફ્યુઝ ઊડી ગયું હતું. ભાઈ ફુલ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને છેલ્લે હાથ ઊંચા કરી દીધા કે - "કૃષ્ણ, હવે તું જ કે મારે શું કરવાનું?"   આજે આપણે ત્યાંથી જ ગાડી આગળ વધારવાની છે. આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે - શાસ્ત્રીજી. વેલકમ શાસ્ત્રીજી!શાસ્ત્રીજી: જય શ્રી કૃષ્ણ હાર્દિકભાઈ.હાર્દિક: શાસ્ત્રીજી, હવે મને એમ કહો કે અર્જુને સરેન્ડર કર્યું, એટલે કૃષ્ણએ શું કર્યું? મને તો એમ લાગે છે કે કૃષ્ણએ એને ઊભો કરીને બે-ચાર લાફા માર્યા હશે