કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 10

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફર ખંડ – ૧ પ્રકરણ : ૧૦ : ગુરુંગ       પશુપતિનાથ મંદિરમાંથી બહાર નીકળવું સહેલું નહોતું. એ કોઈ ઇમારત નહીં, પણ એક જીવંત આધ્યાત્મિક કેન્દ્ર હતું. બાગમતીના કિનારે આવેલું આ મંદિર માત્ર કાઠમંડુનું જ નહીં, પણ સમગ્ર હિન્દુ જગતનું ધબકતું હૃદય હતું. કાશીના અઘોરીનો સંદેશ અહીં જ મળ્યો હતો, અને સર્વશક્તિમાન પશુપતિનાથના ચરણોમાં, આ જ પવિત્ર ભૂમિ પર, અમારા નિર્ણયને અંતિમ આશીર્વાદ મળ્યા હતા; અને તેમનું વચન કૈલાસના દ્વાર ખોલનારી પ્રથમ કૂંચી હતું. મંદિરનું વાતાવરણ અદ્ભુત હતું. એક તરફ ધૂપની સુગંધ અને શિવ મંત્રોચ્ચારની ગહન ધ્વનિ હતી, તો બીજી તરફ બાગમતીના કિનારે અંતિમ સંસ્કારની જ્યોત જીવનની