કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 9

કૈલાસના રહસ્ય : એક રોમાંચક સફરખંડ – ૧ પ્રકરણ ૯ – સંકલ્પની સફર        સવારે સાડા આઠ વાગ્યે વનિતાએ મને જગાડ્યો.મણિકર્ણિકા ઘાટ પરની રાત માત્ર પૂરી નહોતી થઈ, તે અમારા અસ્તિત્વમાં ઊતરી ગઈ હતી. અઘોરીના આશીર્વાદ, મૃતદેહોના ધુમાડા અને અગ્નિની પ્રચંડતાએ મારા મનમાંથી ડરને બાળી નાખ્યો હતો. હવે કોઈ ગભરાટ નહોતો. માત્ર એક અજીબ, અકલ્પનીય શાંતિ હતી, જે કદાચ પેલા મહાસ્મશાનની ભસ્મમાંથી આવી હતી; જાણે મૃત્યુની નજીક જવાથી જીવનની કિંમત સમજાય હોય. આ શાંતિ, સ્મશાનમાં વપરાયેલા છાણાંની ધીમી આગની જેમ, ધીરે ધીરે મારા નસ-નસમાં ફેલાઈ રહી હતી.     રૂમની બારીમાંથી ગંગાના કાંઠાની સવારનો સોનેરી તડકો અંદર આવતો હતો. વનિતા, જેણે