કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 8

કૈલાસના રહસ્ય :  એક રોમાંચક સફરખંડ – ૧ પ્રકરણ ૮: અઘોરીનો સંકેત અને કાળો પડછાયો     ગંગા આરતી પછીની ભાગદોડ અને હોટલના બંધ રૂમમાં થયેલા મૌન પણ તીવ્ર ઝઘડા પછી, મારું મન જ્વાળામુખીની જેમ ધગધગતું હતું. વનિતા થાકીને સૂઈ તો ગઈ હતી,પણ મારી આંખો બંધ થતી નોહતી. હું બસ એમ જ પથ્થર બની પડ્યો હતો. વનિતા થોડીવાર પછી ઝબકીને જાગી ગઈ. મારા ચહેરા પર પથરાયેલો ભય, પરસેવાનાં ટીપાં અને આંખોમાં અનિદ્રા જોઈને તેને લાગ્યું કે કંઈક અજુગતું છે. તેના મનમાં પણ પ્રશ્નોનો વંટોળ હતો.     "હાર્દિક..." તેણે પથારીમાં બેઠા થતા પૂછ્યું, "તમે શું છુપાવો છો? તમે કોનાથી ડરો છો? આપણે ઘરેથી નીકળ્યા