ર્ડો. સુમને આપેલા હિમ્મત ભર્યા શબ્દોને સ્વીકારી અનુરાધાએ પોતાના આંસુ લૂછતાં કહ્યું,"તમારી વાત એકદમ સાચી છે. આસ્થા જયારે ભાનમાં આવશે ત્યારે એને વધુ સંભાળની જરૂર પડશે. હું તમારી વાત સારી રીતે સમજી ગઈ છું."અત્યારસુધી ચૂપ રહેલ કલ્પ પણ બોલ્યો, "તમે ચિંતા ન કરશો. અમે બધા તમારી સાથે જ છીએ." અનુરાધાએ ફક્ત સ્મિત સાથે જ એ બંનેની વાતને આવકારી હતી. એની નજર ફક્ત આસ્થા પર જ કેન્દ્રિત હતી. એની પરિસ્થિતિને તેઓ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જે જખ્મ મન પર થાય છે એની તકલીફ ખરેખર ખુબ અસહ્ય હોય છે, એ ઘા આજીવન દર્દ આપ્યા કરે છે એ મારાથી વિશેષ કોણ જાણી