14. સાથીદારોનો ભેટો આજે પ્રવાસનો ચોથો દિવસ હતો. સવારે સાત વાગ્યે અમે સૌ જાગી ગયા હતા અને પાછા વળવાની તૈયારી આટોપી લીધી હતી.‘યાર એલેક્સ, મને લાગે છે કે પિન્ટોએ પેલી સ્ટીક પરનું ગુપ્ત લખાણ વાંચી લીધું હોવું જોઈએ.’ થોમસે કહ્યું, ‘અને એને સમજ પડી ગઈ હશે કે આ પેટી લગૂનની અંદર છે. એ ત્યાં સુધી પહોંચે એ પહેલાં જ દીપડાએ એનું કામ તમામ કરી નાખ્યું હશે.’‘હા, તારી વાતમાં વજૂદ છે, થોમસ.’ જેમ્સે ટાપશી પૂરાવી.‘જો એવું જ હોય તો પછી પિન્ટો સૌથી મોટો મૂરખ સાબિત થયો છે.’ મેં મારી વાત રજૂ કરી, ‘એક ભૂલ એણે અહીં સ્ટીક ભૂલી જવાની કરી. બીજી