MH 370 - 33

  • 236
  • 90

33. ‘આદિવાસીઓ’ સામે જંગતો નક્કી એ લાશ ચાંચિયાઓ કે જે હોય એમનો જબરદસ્ત પ્રતિકાર કરનાર હોંગકોંગના લશ્કરી અધિકારીની જ હતી. આજે  પણ અન્ય લોકોએ  હોડીઓ  અને એક શિપ પણ જોયેલી. અમે મશાલ પ્રગટાવી તો સામેથી પણ પ્રકાશ દેખાયેલ.તો હવે બધાએ મળીને  એ વસાહત તરફ જ જવાનું નક્કી કર્યું. અમે થાય એટલા પથરા સાથે લઈ લીધા. કોઈ પણ પાન કે રેસા જેવી વસ્તુમાં વીંટીને. ઝાડની અણીદાર સોટીઓ પણ કિનારાના ખડકો પર ઘસીને તૈયાર કરી.અમે હાજર સો હથિયાર લઈ એ ટેકરી તરફ જવા નીકળ્યાં. સ્ત્રીઓ, પુરુષો, બધાં જ.આગળ જતાં મેં જોયેલી એ  વિકૃત લાશ મેં ઝાડનાં પાન વગેરે ઢાંકી દફનાવેલી ત્યાંથી પસાર થયાં.