કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર ખંડ - ૧ પ્રકરણ – ૭મહાપંથની શરૂઆત "યાત્રીગણ કૃપયા ધ્યાન દે..." સ્પીકરમાંથી આવતી ઘોઘરી અને યંત્રવત જાહેરાત વાતાવરણમાં ગુંજી રહી હતી. "ગાડી સંખ્યા ૧૯૦૪૫, તાપી ગંગા એક્સપ્રેસ..." ઉધના સ્ટેશન પરનો ઘોંઘાટ પણ આજે મને કોઈ અજાણી શાંતિ આપી રહ્યો હતો, કદાચ એટલે કે મનની અંદર જે તોફાન હતું તેના કરતા બહારનો કોલાહલ ઓછો હતો. ટ્રેનની વ્હીસલ વાગી—એક લાંબો, કાનમાં ચીરા પાડતો અવાજ, જાણે કોઈએ છૂટા પડવાની વેદનામાં ચીસ પાડી હોય. ટ્રેનનું મહાકાય એન્જિન ધ્રૂજ્યું અને લોખંડના પાટા સાથે ઘસાઈને પૈડાં ફરવા લાગ્યા. અમે સેકન્ડ એસીના ઠંડા ડબ્બામાં હતા, પણ મારી હથેળીઓ પરસેવાથી રેબઝેબ