સરકારી પ્રેમ - ભાગ 10

"પપ્પા શું થયું? તમે તો ખુબ જ ગંભીર લાગો છો." મહેચ્છા પુછે છે."જો દીકરી આજે હું તારી સાથે ખુબ જ મહત્વપૂર્ણ વાત કરવા માટે આવ્યો છું. આ વાત તારી કારકિર્દી માટે ખુબ જ મહત્વપૂર્ણ બની જશે. " મધુકર મોહન કહે છે."શું પપ્પા?" મહેચ્છા પુછે છે."આ તારી જીંદગીમાં ખુબ જ મહત્વપૂર્ણ પરિક્ષા છે. ખરેખર દસમા ધોરણ પછી જ આપણે ક્યાં જવું તે નક્કી કરવાનું હોય છે.આમ તો પોતાની કારકિર્દી વિષે કોઈ પણ જાતનો નિર્ણય લેવાની પુરી સ્વતંત્રતા તારી પાસે જ છે. પણ‌ હું એક પિતા તરીકે તને ‌સોનેરી સલાહ આપવા માટે માંગું છું." મધુકર કહે છે."પપ્પા બોલો શું કહો છો?" મહેચ્છા