સરકારી પ્રેમ - ભાગ 9

"શું વાત છે? દીકરી આ બધું કોણે શિખવાડ્યું?" પ્રિન્સીપાલ પુછે છે."સર મારી ચોપડીઓ વાંચવાની ટેવ છે. જો દિવસમાં એકાદ ચોપડી નથી વાંચતી તો જરા પણ મજા નથી આવતી." મહેચ્છા જવાબ આપે છે."એક નવ વર્ષની બાળકી જો આવા જવાબ આપે તો સમજી લો કે તેના માતા પિતા તેની પાછળ કેટલી મહેનત કરી જાણે છે. તમને નમન અને પ્રાર્થના છે." પ્રિન્સીપાલ કહે છે.મધુકર ની છાતી તો આ વાત સાંભળીને જ છપ્પન ઈંચ ની બની જાય છે. સરિતા પણ મહેચ્છા ની આવી જ્ઞાન ભરેલી વાતો થી ખુબ ખુશ થાય છે.શાળા નું નક્કી બની જતા હવે મધુકર દિલ્હી થી આગ્રા ખાતે પોતાનો સામાન ફેરવવા