અંતરમનની સુંદરતા – એક અદૃશ્ય પરંતુ સૌથી ઉજ્જવળ શણગારસુંદરતા વિશે જ્યારે આપણે વિચારીએ છીએ, ત્યારે સૌથી પહેલાં ચહેરો, વસ્ત્રો, વ્યકિતત્વ અથવા દેખાતું આકર્ષણ નજરે પડે છે. પરંતુ સાચી સુંદરતા તો તે છે, જે આંખે નહીં—હૃદયે દેખાય. વ્યકિતના અંતરમાં વસેલી નિર્મળતા, શાંતિ, સદભાવ અને સત્યતાથી જન્મેલી એ આંતરિક સુંદરતા દેખાતી નથી, પરંતુ તેની અનુભૂતિ અત્યંત ઊંડે થાય છે.દેખાતું સૌંદર્ય ક્ષણિક છે, પરંતુ અંતરમનનું સૌંદર્ય અવિનાશી છે. હા, અંતરની સુંદરતામાં એવી ચમક હોય છે, જે માત્ર ચહેરા પર નહીં, પરંતુ વર્તનમાં, શબ્દોમાં, સંવેદનામાં અને હૃદયની પારદર્શિતામાં પ્રગટ થાય છે. આ એવું સૌંદર્ય છે, જે સમય સાથે જૂનું નથી થતું; બદલાતી પરિસ્થિતિઓમાં પણ