ઉંબરો

  • 204
  • 56

આજે પ્રથમ વખત પુષ્પાનો હાથ એનાં હાથને સ્પર્શ્યો. જાણે મખમલ લસરાઈને ચાલ્યું ગયું હોય એવું તેને લાગ્યું. પ્રણવની પહેલી નજરનો પ્રેમ હતી પુષ્પા. તેનાં લાંબા અને કાળા વાળ જાણે ધરતી પર જ અવકાશ પાથરતા હતાં. તેનાં ગાલ જાણે તડકામાં માછલી ચમકી ઉઠે તેમ ચમકદાર અને સુંવાળા. પુષ્પા ગામનાં જમીનદારની દિકરી, અને પ્રણવ! પ્રણવને ગામનાં પાદરમાં સાયકલ રિપેર કરવાની નાનકડી એવી દુકાન. “અરે ઓ પ્રણવ બાબુ.... રાજકુમારીનાં સપનાં જોવાનું છોડી દે, અને જમીન પર આવી જાવ હવે...” પ્રણવનાં મિત્ર બકુલે તેને કહ્યું.“ અરે રાજકુમારી નહિ બકુલ્યા..... તારી ભાભી છે ભાભી.... જલ્દી હવે ભાભી કહેતાં શીખી જા....” પ્રણવે બકુલને ખુબ જ આત્મવિશ્વાસ થી