પ્રેમને શબ્દોમાં સમજાવવું કદાચ સહેલું નથી, કારણ કે તે અનુભૂતિનું એવું સાગર છે, જેના તરંગો હૃદયની ઊંડાઈમાં જ મહેસૂસ થાય છે. આ કવિતા એ જ અજાણ્યા છતાં અત્યંત ઓળખાયેલા ભાવને શબ્દોમાં પ્રગટવાનો એક કોમળ પ્રયાસ છે—પ્રેમની સુગંધ, તેની નિઃશબ્દ ભાષા, તેની અદૃશ્ય નજીકતા અને હૃદયને સ્પર્શી જતી તેની નર્મ મધુરતા. દરેક લીટી એ યાદ અપાવે છે કે સાચો પ્રેમ બોલાતો નથી, માત્ર અનુભવાતો છે.કોઈએ પૂછ્યું મને કે પ્રેમ માં શું થાય?હું સ્મિત થી કહું, એ હૃદયની એ ભાષા,જેમાં શબ્દો કરતાં ભાવ વધારે બોલે,અને આંખો કરતાં દિલ ઊંડું સમજાય.પ્રેમ એ તો એ ઝંખના,જેમાં બે દિલ એક ધબકારા બની જાય;એવો સાગર કે