કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 6

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરખંડ – ૧ પ્રકરણ ૬: સુરતને વિદાય    જૂન મહિનાનો છેલ્લો રવિવાર હતો. સુરતના આકાશમાં અષાઢના વાદળોએ જમાવટ કરી દીધી હતી. સવારથી જ સુરજ જાણે ક્યાંક રિસાઈને સંતાઈ ગયો હતો અને વાતાવરણમાં એક વિચિત્ર પ્રકારની ઉદાસીનતા અને ભેજ ભળેલો હતો. આકાશનો રંગ રાખોડી અને કાળાશ પડતો હતો, બિલકુલ મારા મનની જેમ. સુરત... મારું શહેર, મારી ઓળખ, અને મારું અસ્તિત્વ. આ શહેર છોડવાની હવે ઘડીઓ ગણાતી હતી. ઘડિયાળનો કાંટો જેમ જેમ આગળ વધતો હતો, તેમ તેમ મારા હૃદયના ધબકારા કોઈ અજાણી દિશા તરફ દોડી રહ્યા હતા. મનને એક એવી શાંતિ જોઈતી હતી જે ઘરની ચાર દીવાલોમાં કે