ભાગ:૨ જેમ તમે આગળનાં ભાગમાં જોયું કે અનિકેત શર્મા અને તેનાં પત્ની તેની દિકરીઓ નાં ભવિષ્યને લઇને ખુબ ચિંતીત છે. તેઓ ચર્ચા કરતાં કરતાં ઓસરી માં રહેલી હીંચકાની ખાટ ઉપર જ સુઈ જાય છે...“ઓહો!.... હા.... હા... હા... અરે આ શું? તમે બેય તો વાતું કરતાં કરતાં અહીંયાં જ ઢગલો થઈ ગયા! યાર, ઊઠીને બહાર જુઓ તો ખરા! સૂરજ ક્યાં પહોંચી ગયો?” મેઘા એ ખાટની પડખે રહેલાં ટેબલ પરથી હસીને ચાના કપ રકાબી ઉઠાવતાં ઉઠાવતાં કહ્યું. “અરે! દીદી વાંધો નઈ, મમ્મી પપ્પા ને સુઈ જવું હોય તો સૂઈ જવા દયો. આપડે તો એમ પણ આપડી રીતે તૈયાર થઈ નીકળી જઈશું.” શ્વેતા