સરકારી પ્રેમ - ભાગ 7

  • 96

મધુકર મોહન માટે ‌આ બદલી ઘણા પરિવર્તન લઈને આવવાની હતી. એક તરફ તો મધુકર પોતાના પરિવાર થી દૂર થતો જઈ રહ્યો‌ હતો. મધુકર મોહન ને પ્રમોશન મળતા તેની બદલી નવેમ્બર મહિનામાં થઈ હતી.હવે આ સમયે શાળા નું સત્ર ચાલુ રહેતું હોય છે જેથી મહેચ્છા અને સરિતા તો મધુકર મોહન નો સાથ જ ન આપી શકે. બીજી તરફ હમણાં મધુકર ની મમ્મી ઘરમાં જ હોવાથી પુત્રપ્રાપ્તિ માટે તે જાણે અજાણે જ સરિતા ને મ્હેણું મારતી રહતી."સરિતા..તારે આ વંશાવલી આગળ વધારવી છે કે અંહી જ પુરી? તને પુત્ર નથી જોઈતો." "મારી માટે ભગવાન જે આપે એ એનો પ્રસાદ છે.પણ હવે આટલા વર્ષો પછી