મારા અનુભવો - ભાગ 58

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 58શિર્ષક:- 1962નું યુદ્ધલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 58. "૧૯૬૨ નું યુદ્ધ"હું ખાદી પહેરતો તથા મારા ઓરડામાં મહાત્મા ગાંધીજીનું મોટું ચિત્ર ટાંગી રાખતો. હરિજનો સંબંધી મારા સુધારક વિચારોના કારણે મોટા ભાગના સાધુઓ મને ગાંધીવાદી કહેતા. એક વૃદ્ધ મહાત્મા મારાં પ્રવચનોથી બહુ ખુશ થતા, પણ જો વચ્ચે ગાંધીજીનું નામ આવી જાય તો વિચલિત થઈ ઊઠતા તેઓ પાછળથી મને સમજાવતા કે તુમ ઔર સબ તો ઠીક હી બોલતે હો, કિન્તુ ગાંધીકા નામ કભી મત લેના, ઉસને તો ધર્મકા સત્યાનાશ કર દીયા હૈ.” તેઓ સ્વામી કરપાત્રી ગુટના રામરાજ્યની સ્થાપનાવાળા હતા. સાધુસમાજમાં