આજની રાત બહું ભારે છે. કહેવાય છે ને કે રાહ જોતા હોઈએ ત્યારે સમય વધુ લાંબો થઈ જાય છે. મુકુલ અને મીનાક્ષી સાથે પણ આજે આવું જ કંઇક ઘટી રહ્યું છે. આમ તેમ પડખા ફેરવતાં ફેરવતાં અને કાલ નો સૂરજ મુકુલ માટે તકલીફ લઈને આવશે કે એની તકલીફોનું નિવારણ લઈ એની ચિંતા કરતા કરતા આખરે ઉષાનું કિરણ સમુદ્રના જળને ભેદી ને છેક મત્સ્ય લોક સુધી પહોંચી જ ગયું. સમુદ્રનું તળિયું સૂર્યદેવ ના તીખા અને તેજ સોનેરી કિરણો થી સોનાની દ્વારિકા સમ લાગવા લાગ્યું. જેમ જેમ રાજસભા મધ્યે ઉપસ્થિત થવાનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ મુકુલ અને