ભૂલ છે કે નહીં ? - ભાગ 95

મમ્મીએ જે બધી વાત કરી એમાંની થોડી તો પપ્પા જીવતા હતા અને મમ્મી બેનના ઘરે રહેવા ગયા હતા ત્યારે પપ્પાએ કરી હતી. પણ આટલું બધું મને ખબર ન હતી. તમે પણ ક્યારેય કહ્યું ન હતું. પણ હવે જ્યારે મને આ બધી ખબર પડી ગઈ ત્યારે મેં નક્કી કર્યું કે હું ક્યારેય તમને બંનેને દુઃખ થાય એવું નહીં કરું. દિકરી ત્રણ મહિનાની થઈ ગઈ હતી અને મારે શાળાએ જવું પડે એમ હતું દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે. મેં તમને અને મમ્મીને વાત કરી કે મારે જવું પડશે. આખો દિવસ તો નહીં પણ બે ત્રણ કલાક તો જવું પડશે. મમ્મીએ કહ્યું કે તું