32. એક પછી એક..મેં નર્સને નીચે મૂકી. એમ તો ઘણાખરા યાત્રીઓ મારી સામે ટોળે વળીને ઊભેલા પણ અમુક ચહેરા ન દેખાયા.તેમનું શું થયેલું તેની મને ચિંતા થઈ. અમે અહીં જેટી જેવું બનાવેલું અને એક ચાંચ જેવો ભાગ દરિયામાં જતો હતો ત્યાંથી ખોરાક માટે માછલાં પકડવાં, દરિયાઈ વનસ્પતિ લાવવી વગેરે માટે જવા અનુકૂળતા હતી. અહીં સપાટ જમીન અને થોડે જ દૂર જંગલી કેળનાં વન જેવું પણ હતું જે ઓળંગી અમે બે અંધારે અહીં આવેલાં.હમણાં ખરાબ વાવાઝોડું પણ પસાર થયું હતું એટલે અમને છૂટાં પડી ગયેલાં બે ને બાકીના લોકોની ચિંતા હતી તે મેં કહ્યું.એક પ્રોફેસર કે શિક્ષક જેવા યાત્રી હતા એમણે