‘સ્નેહી-સ્વજન સાથે મુલાકાત ફળે, આકસ્મિક ખર્ચ આવી જાય, નોકરીયાત વર્ગને સારું, ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.’ અચલ તો છાપામાં તેનું આજનું રાશી ભવિષ્ય વાંચીને ઉછળી પડ્યો. અચલ તો મલકાતો મલકાતો ઘરની બહાર નીકળ્યો અને ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને નંબર ડાયલ કર્યો. ‘હેલ્લો... અંજુ આજ સાંજનું ફિક્સ છે ને... તું વિચારી લેજે... પછી તારા ઘરે લોચા ન પડે.’ – અંજલીએ જેવો ફોન ઉપાડ્યો કે, અચલ બોલવા લાગ્યો. ‘હા... બધું ફિક્સ છે. તું બસ ટાઈમસર આવી જજે નહીંતર ફિલ્મ ચાલુ થઈ જશે.’ – અંજલીએ કહ્યું. ‘હા.. ભાઈ હા... ટાઈમસર આવી જઈશ. તું રેડી રહેજે. હું તારી ઓફિસમાં અંદર નહીં આવું.