પવન ૨૦૪ કિલોમીટર પ્રતિ કલાકની ઘાતક ઝડપે ફૂંકાઈ રહ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વાતાવરણમાં વરસાદી માહોલ હોવા છતાં, ધરતી તરસતી હતી; વરસાદનું નામનિશાન નહોતું. પવનની ગતિ સતત અને સખત વધતી જતી હતી. ઘરના છાપરાં, કાચાં મકાનો અને જર્જરિત ઝૂંપડાં કાગળની હોડીની જેમ હવામાં ફંગોળાઈ રહ્યાં હતાં. ગગનચુંબી ઇમારતો પણ ત્યાં સુધી જ સલામત હતી, જ્યાં સુધી પવનની મહાકાય અદ્રશ્ય દીવાલો તેને પોતાની ઝપટમાં નહોતી લેતી. શહેરના લગભગ તમામ નાગરિકો સુરક્ષિત 'આશ્રયગૃહો' માં ખસી ગયા હતા, છતાં ત્યાં પણ મોતનો ભય દરેકના ચહેરા પર સ્પષ્ટ વંચાતો હતો.હવામાન વિભાગની ચેતવણી સ્પષ્ટ હતી: "આ તો માત્ર શરૂઆત છે." પૃથ્વી પર મનુષ્ય