અંતિમ વિદાય

  • 292
  • 1
  • 94

ચોમાસાની હજુ શરૂઆત જ હતી, એટલે સવારનું વાતાવરણ ખૂબ જ રમણીય અને આહલાદક લાગતું હતું. આજે સિયા વહેલી સવારમાં જાગી ગઈ હતી અને પોતાના બધા કામ જલ્દી-જલ્દી પૂરા કરી રહી હતી, કારણ કે આજે રામના ભાઈની દીકરી અમિતા ની સગાઈમાં જવાનું હતું.આજે સિયાને મીરાની ખૂબ યાદ આવી રહી હતી. અંદાજે દસ વાગ્યા હશે કે અચાનક સિયા રડી પડી. એ જોઈ રામ તેની પાસે આવ્યો અને પૂછ્યું,“શું થયું સિયા? અચાનક કેમ રડી પડી?”સિયાએ જવાબમાં કહ્યું,“ખબર નથી… પણ બસ મજા નથી આવતી.”એવું કહીને તે થોડી શાંત થઈ, અને ત્યારબાદ બધા તૈયાર થયા અને નીકળી પડ્યા. તેઓ રામના મૂળ વતન તરફ જઈ રહ્યા