લાગણીનો સેતુ

વરસતા વરસાદની આ મોસમમાં ચારે તરફ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો હતો. આકાશ ઘેરા વાદળોથી છવાયેલું હતું, અને ધીમો, મધુર વરસાદ વરસતો હતો. વાતાવરણમાં માટીની ભીની સુગંધ પ્રસરી ગઈ હતી, અને ઠંડી હવાની લહેરો મનને શાંતિ આપી રહી હતી.શિખરનું મન ફરી એ જ વિચારોમાં સરી પડ્યું. જૂની યાદોની વણઝાર તેના હૃદયને ઘેરી વળી.તે સ્વગત બોલી ઊઠ્યો:“શું વાંક-ગુનો હતો? સજા મારા માટે તો નહોતી જ, હતી? હું ખૂબ પ્રયત્નોથી મારા મનને આ વિચારોથી બચાવું છું, પણ આ હૃદય કોઈનું માને છે ક્યાં? એ ઊંડે ઊંડે સંતાડેલા યાદોના બીજને લાગણીનું પાણી આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. અને અંતે, એ