‘કુલદીપ અઠવાડિયા પછી આવવાનો છે. તેણે જતા પહેલાં જે કર્યું છે તે જરાય યોગ્ય નહોતું. પેલી નિલુડી જોડે એ પ્રેમના ફાગ ખેલવા માંડ્યો છે. કોઈ નહીં ને મારી બેસ્ટ ફ્રેન્ડ નિલુ જ મળી એને આવા ધંધા કરવા માટે. ખરેખર મારે તો શરમાવું જોઈએ કે પછી ગુસ્સો કરવો જોઈએ, કંઈ સમજાતું નથી.’ – આવા બબડાટ કરતી કરતી અપેક્ષા ઘરના ઉપરના માળેથી નીચે આવી. અપેક્ષા નીચે આવી ત્યારે તો રાધા અને તેની બહેન કુમુદ આવી ગયા હતા. ‘રાધા, મને આજે માથામાં તેલ નાખી દેજે. સખત માથું દુઃખે છે. એક તો વિચારો અટકતા નથી અને તેમાં આ બીજું દુઃખ આવીને પડ્યું છે. મારે