કાળી મજ્જર રાત, એક લાંબો દરિયા કિનારો, શાંત સૂસવાટા મારતો પવન, ખડખડતા મોજાં નો સ્વર એવો લાગે જાણે કોઈ યુવાન છોકરીએ પગ માં ઝાંઝર પહેરી ને દોડતી હોય, ગોળ ચંદ્ર પર એની ચાંદની ની ઓઢણી ને એ ચાંદની નો પ્રકાશ વિશાળ સમુદ્રના પાણી માં પડ્યા બાદ જે અદભુત ને રચનાત્મક નજારો ઉદ્ભવતો હતો જાણે કોઈ ચિત્રકાર ઘેલ માં આવી ને ચિત્ર બનાવતો હોય આવી જ રીતે કુદરત પણ જાણે પૃથ્વી પર એનું ચિત્ર દોરતી હોય.ને આવી સુંદર રાત માં દરિયા ના કિનારા થી થોડું પાછળ કિનારા ની કુણી ખાખી રેત માં એક સુંદર છોકરી બેસી હતી, ને એની સુંદરતા ની