જીવન હેતુસર હોવું જોઈએ. જેમ પેટ્રોલ નાખ્યા પછી કોઈ એન્જીનને ખાલી ચલાવ ચલાવ કરીએ તો એ મિનિંગલેસ (અર્થહીન) નીવડે છે. પણ જો તે એન્જીન સાથે પટ્ટો જોડીને કોઈ મશીન ચલાવીએ તો કામ થાય. તેવી જ રીતે આખી જિંદગી ખાઈ-પીને પૈસા કમાવા પાછળ, ભૌતિક સુખો મેળવવા માટે દોડ્યા કરીએ પણ જીવનનો કોઈ હેતુ ન હોય તો જીવન નિરર્થક નીવડે છે. મનુષ્યદેહ મળ્યા પછી જીવન શેના માટે જીવવું છે એ નક્કી કરવું જોઈએ. મનુષ્ય જીવનને સાર્થક કરવું હોય તો કોઈ જીવને દુઃખ ના થાય તેમ જીવવું જોઈએ, અને બને તો સુખની દુકાન કાઢવી જોઈએ. સુખની દુકાન એટલે શું? જેમ મીઠાઈની દુકાન હોય તો