આજે હુ એક છોકરીને મળ્યો. અમે બંને એક બીજાની બાજુમાં જોડે જોડે જ બેઠા હતા. પોતાની મોટી બહેન અને એના ભાઈને 3 સીટ આગળ બેસાડી, એ મારી પાસે બેઠી. દેખાવમાં ખૂબ જ સુંદર, કપડાંથી ભરેલો બેગ, અને એમાં ભાઈ માટે સાચવી રાખેલો પડિકાનો નાસ્તો. એના હાથમાં એક કાળા રંગની ઘડિયાળ અને મંત્રમુગ્ધ કરી દે એવી એની આંખો પર નંબરના ચશ્મા.ટિકિટ લેવાની થઈ ત્યારે, એણે બેગમાંથી 300 રૂપિયા કાઢ્યા અને ટિકિટ માગી – "2 આખી, 1 અડધી." ત્યારબાદ મારા હાથમાં bus pass જોઈ, કંડક્ટરે પૂછ્યું –"કેટલે ?"મે કહ્યુ – "દિયોદર.""ઓકે," કહી ટિકિટ આપી. અને મેં એને bag માં મુકી દીધી.મારા ફોનમાં