આમ તો વાસ્તવિકતા કલ્પના કરતા વધારે બહેતર હોય છે તેમ છતાં માનવજાતને કલ્પનામાં રાચવું વધારે ગમતું હોય છે પરિણામે તે હંમેશા જાદુ અને મિથ પર વિશ્વાસ ધરાવતી હોય છે.આમ તો માનવ તરીકે કેટલીક મર્યાદાઓ જોડાયેલી છે અને એટલે જ માનવ હંમેશા વધારે શક્તિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતો રહે છે તે માને છે કે કેટલીક વસ્તુઓ તેને આ અલૌકિક શક્તિઓ પ્રદાન કરી શકે છે અને કેટલીક વસ્તુઓ આ પ્રકારની શક્તિઓ ધરાવતી હોવાની તેની માન્યતા છે જો કે વૈજ્ઞાનિક રીતે તેને ક્યારેય પુરવાર કરી શકાઇ નથી. સર ફ્રાંસિસ ડ્રેકનું નામ એક સાહસિક યાત્રિક તરીકે જાણીતું છે તો તેમને ગુલામ તરીકે પણ ઓળખાવાય