ધુરંધરરાકેશ ઠક્કર નિર્દેશક આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ ટેકનિકલ રીતે એક શક્તિશાળી અને અભિનયની દ્રષ્ટિએ મજબૂત ફિલ્મ છે. પરંતુ તેની લંબાઈ અને ક્રૂરતા તેને સામાન્ય કમર્શિયલ એન્ટરટેઇનર બનવાથી અટકાવે છે. જો તમે આદિત્ય ધરના દિગ્દર્શનની શૈલી અને રણવીર સિંહના નવા એક્શન-અવતારને પસંદ કરો છો તો તમને આ ફિલ્મ ચોક્કસ ગમે એવી છે. આ ફિલ્મ માત્ર એક સામાન્ય જાસૂસી થ્રિલર નથી પરંતુ તે ભારતની ગુપ્ત કાર્યવાહીઓ અને પાકિસ્તાનના અંડરવર્લ્ડમાં ઘૂસીને આતંકવાદના મૂળને નષ્ટ કરવાના એક મહત્વાકાંક્ષી ‘ઓપરેશન ધુરંધર’ની કહાણી છે. આ ફિલ્મ વાસ્તવિક ઐતિહાસિક ઘટનાઓ જેમ કે, 1999નું કંધાર હાઇજેક અને 2001નો સંસદ પરનો હુમલોના સંદર્ભમાં ભારતના જાસૂસી તંત્રની કટુ અને ક્રૂર વાસ્તવિકતા દર્શાવે છે. ફિલ્મની વાર્તા ભારતની ઇન્ટેલિજન્સ બ્યુરો